Rashtriya Ekta Diwas Parade : 31 ઓક્ટોબર એટલે એકતા દિવસ. ભારતની આઝાદી અને તેના નિર્માણનુ સ્વપન સાકારનારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી. એકતા દિવસે નિમિતે આખા દિશમાં રન ફોર યુનિટી યોજાઈ. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનું આયોજન કરાયું. ખૂદ વડાપ્રધાન મોદીએ એકતા પરેડમાં હાજરી આપી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો. આ સાથે અમદાવાદ વિશ્વ ઉમિયા ધામ ખાતે દેશ નિર્માણમાં પોતાના રજવાડા આપનારા રાજવીઓનો વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો .

આઝાદ ભારતના શિલ્પી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ એટલે એકતા દિવસ. દેશભરમાં એકતા દિવસની ધામધૂમથી ઉજવણી થઈ. એક દિવસ નિમિત્તે દેશભમાં રન ફોર યુનિટીનુ આયોજન કરવામાં આવ્યું. જ્યાં દોડવીરોએ દેશની એકતા માટે દોડ લગાવી. તો બીજી બાજુ સરદારના ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનું આયોજન કરાયું..એકતા પરેડના કાર્યક્રમને ખાસ બનાવવા ખૂદ વડાપ્રધાન મોદી ત્યાં હાજર રહ્યા. એકતા પરેડમાં સેનાના જવાનો અને ગુજરાત પોલીસે હેરત અંગેજ કરતબો કર્યા અને સરદાર સાહેબને શ્રદ્ધાજંલિ પાઠવી.

દેશના નિર્માણમાં સરદાર સાહેબ સાહેબનું અનેરુ યોગદાન છે. સરદાર સાહેબ પોતાની કુશળતાથી 562 રજવાડાઓનું વિલીનીકરણ કરી નવીન અને અંખડ ભારતનું નિર્માણ કર્યુ. ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે ભાવનગરના સ્ટેટના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ સ્વતંત્ર ભારતના એકીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. દેશભરના જુદા જુદા 562 રજવાડાઓએ સરદાર સાહેબના ચરણોમાં પોતાના સ્ટેટ આપી આ દેશનું નિર્માણ કર્યુ હતું. જેને લઈને અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા રાજવીઓના સન્માન માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

આ ક્રાર્યક્રમમાં દેશભરના રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેવાડ સ્ટેના રાજવીએ સંદેશ ન્યૂઝ પર કહ્યુ કે પહેલા પર સરદાર પટેલના નામ પર આખો દેશ એક થયો અને આજે તેમની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપીને અમે ઘણા ખુશ છીએ.
સરદાર પટેલની એ કુનેહ. જેનાથી આજે આપણને આ લોકતાંત્રિક દેશ મળ્યો. સામે ચાલીને જેમણે પોતાના આખે આખા રજવાડા મા- ભારતીના ખોળામાં ધરી દીધા. એ રાજવીઓને આજના દિવસને સન્માન મળ્યું અને આખો દેશ પણ ગૌરવાંતિત થયો.